બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીએ ફિફા વર્લ્ડ કપ 2026 નું પોતાનું ઓફિશિયલ ગીત ‘સિર સિર’ રિલીઝ કરતાની સાથે જ દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. આ ગીતે રિલીઝ થયાના માત્ર 24 કલાકમાં જ યુટ્યુબ પર 20 મિલિયનથી વધુ વ્યૂ હાંસલ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે, નોરાએ પોપ સ્ટાર શકીરાના ફિફા ગીત ‘દાઈ દાઈ’ના પ્રથમ દિવસના રેકોર્ડ (8.2 મિલિયન વ્યૂઝ)ને પાછળ છોડી દીધો છે અને તે પ્રથમ 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલ ફિફા ગીત બની ગયું છે. કેનેડિયન, મોરોક્કન અને ભારતીય સંસ્કૃતિનું સુંદર મિશ્રણ ધરાવતા આ ગીતને સંગીત નિર્માતા સંજય અને ફ્રેન્ચ કલાકાર વેગીડ્રીમના સહયોગથી બનાવવામાં આવ્યું છે, જેમાં પડદા પાછળની ભારતીય ટીમે કોરિયોગ્રાફીથી લઈને સ્ટાઇલિંગ સુધીનું યોગદાન આપ્યું છે.
News18 ને Google પર તમારા મનપસંદ સમાચાર સ્ત્રોત તરીકે ઉમેરવા માટે અહીં ક્લિક કરો તે કરો.


