JioBook (2023) Amazon વેચાણ કિંમત
JioBook (2023) કંપની દ્વારા જુલાઈમાં 11.6-ઈંચની ડિસ્પ્લે સાથે લૉન્ચ કરવામાં આવી હતી. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. કંપનીએ તેને 16,499 રૂપિયામાં રજૂ કર્યું હતું. પણ એમેઝોન વેચાણ દરમિયાન તેની કિંમત ઘટાડીને 14,499 રૂ કરવામાં આવેલ છે. એટલે કે તેના પર 2000 રૂપિયાનું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જો ગ્રાહક તેને SBI ડેબિટ કાર્ડ દ્વારા EMI ટ્રાન્ઝેક્શન પર ખરીદે છે, તો 750 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ લાગુ પડે છે. જે બાદ તેને 13,749 રૂપિયામાં ખરીદી શકાય છે.
JioBook 2023 સ્પષ્ટીકરણો
JioBookમાં 11.6-ઇંચની એન્ટિ-ગ્લેયર ડિસ્પ્લે છે. તેમાં 2 GHz ઓક્ટા પ્રોસેસર છે, જેની સાથે 4 GB LPDDR4 રેમ છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB છે, જેને SD કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. નવા JioBookમાં Infinity Keyboard, 2 USB પોર્ટ અને HDMI પોર્ટ છે.
JioBook (2023)ની સૌથી ખાસ વાત એ છે કે 4G LTE સિવાય તે ડ્યુઅલ બેન્ડ Wi-Fi સાથે કનેક્ટ થઈ શકે છે. તેમાં સ્ક્રીન એક્સ્ટેંશન અને વાયરલેસ પ્રિન્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. Jioનો દાવો છે કે યૂઝર્સ સ્ક્રીન પર એકસાથે અનેક કાર્યો કરી શકે છે. Jio TV એપ જેવી ઘણી Jio એપ પણ તેમાં એકીકૃત કરવામાં આવી છે.


