
ઓપ્પોએ ભારતીય માર્કેટમાં નવો Oppo A6c લોન્ચ કર્યો છે. કંપનીનો નવો બજેટ સ્માર્ટફોન મોટી 7000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ જેવી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ Oppo A6cને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. ફોનમાં Unisoc પ્રોસેસર, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 13MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ પણ છે. આ ફોન ગ્લોબલ માર્કેટમાં અને ચીનમાં પણ લોન્ચ થઈ ચૂક્યો છે, પરંતુ બંને વેરિઅન્ટના સ્પેસિફિકેશનમાં તફાવત છે. ગ્લોબલ વેરિઅન્ટ ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે.
Oppo A6c તેની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. જ્યારે 4GB રેમ + 128GB સ્ટોરેજ મોડલ 16,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન હાલમાં Oppoની ઓફિશિયલ વેબસાઈટ પર વેચાણ પર છે. ઉપલબ્ધ છે છે. કંપનીએ તેને ફેધર વ્હાઇટ અને સ્ટોન બ્રાઉન કલર ઓપ્શનમાં રજૂ કર્યું છે.
Oppo A6cમાં 6.75 ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720×1570 પિક્સલ છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. ફોનમાં IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ પણ છે. ફોનનું વજન લગભગ 215 ગ્રામ છે અને જાડાઈ 9mm છે. Oppo A6cમાં 7000mAh બેટરી છે. કંપનીએ તેમાં 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપ્યો છે.
પરફોર્મન્સ માટે, સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર Unisoc T7250 પ્રોસેસર છે. તે Mali-G57 GPU, 4GB LPDDR4x રેમ અને 128GB સુધી સ્ટોરેજ સાથે આવે છે. સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સિવાય એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલરોમીટર અને ઇ-કંપાસ જેવા ફીચર્સ પણ હાજર છે.
ફોટોગ્રાફી માટે, Oppo A6cમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં 13MP પ્રાઇમરી કેમેરા છે, જે ઓટોફોકસને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MP ફ્રન્ટ કેમેરા છે. આ સ્માર્ટફોન 1080p 30fps સુધી વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
Oppo A6cમાં USB Type-C છે અને કનેક્ટિવિટી ફીચર્સમાં 4G LTE, Wi-Fi 5, બ્લૂટૂથ 5.2, GPS અને 3.5mm ઑડિયો જેકનો સમાવેશ થાય છે.


