
ચીનની હેન્ડસેટ નિર્માતા કંપની Realme ની Realme Note 80 પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં તેના પ્રોસેસર તરીકે Unisoc T7250 છે. Realme Note 80 ની 6,300 mAh બેટરી 15 W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં સિંગલ રિયર કેમેરા છે. Realme Note 80 6.74-inch HD+ (720 x 1,600 pixels) LCD સ્ક્રીનને 90 Hz સુધીના રિફ્રેશ રેટ સાથે સ્પોર્ટ કરે છે. તે Android 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે. આ સ્માર્ટફોન 30 fps પર વિડિયો રેકોર્ડ કરી શકે છે.
Realme Note 80 ની કિંમત
ઈન્ડોનેશિયામાં આ સ્માર્ટફોનના 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત IDR 16,99,000 (અંદાજે રૂ. 9,300) છે અને 4 GB + 128 GB વેરિયન્ટની કિંમત IDR 19,99,000 (અંદાજે રૂ. 10,90) છે. Realme Note 80ને Glacier Blue અને Storm Black કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કંપનીએ ભારતમાં આ સ્માર્ટફોનના લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી.
Realme Note 80 ની વિશિષ્ટતાઓ, સુવિધાઓ
ડ્યુઅલ સિમ સ્માર્ટફોન 6.74-ઇંચ HD+ (720 x 1,600 પિક્સેલ્સ) LCD સ્ક્રીનને 90 Hz સુધીના રિફ્રેશ રેટ સાથે, 180 Hz ની ટચ સેમ્પલિંગ રેટ અને 563 nits નું પીક બ્રાઇટનેસ લેવલ ધરાવે છે. Realme Note 80 માં તેના પ્રોસેસર તરીકે Octacore Unisoc T7250 અને Mali G57 GPU છે. તે Android 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે. આ સ્માર્ટ ફોન પાછળના કેમેરા યુનિટમાં f/2.0 અપર્ચર અને ઓટોફોકસ સાથેનો સિંગલ 8-મેગાપિક્સલનો કેમેરા છે. કેમેરા છે. તેના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે. આ સ્માર્ટફોન 30 fps પર વિડિયો રેકોર્ડ કરી શકે છે.
તેમાં 4G, Wi-Fi, બ્લૂટૂથ, GPS, BeiDou, USB Type-C પોર્ટ અને 3.5 mm ઓડિયો જેકના કનેક્ટિવિટી વિકલ્પો છે. આ સ્માર્ટફોનમાં સેન્સર તરીકે એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલરોમીટર, ગાયરોસ્કોપ, કલર ટેમ્પરેચર સેન્સર અને ઈ-કંપાસ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Realme Note 80 ની 6,300 mAh બેટરી 15 W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનની સાઈઝ 167.2 x 76.6 x 7.94 mm છે અને તેનું વજન અંદાજે 197 ગ્રામ છે.


