
Xiaomi એ તેનો નવો સસ્તો સ્માર્ટફોન Redmi A7 Pro 5G ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. A7 Pro 5Gમાં 6.9-ઇંચ ડિસ્પ્લે સાથે 6300mAh બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. અહીં અમે તમને Redmi A7 Pro 5G ના ફીચર્સ અને સ્પેસિફિકેશન, કિંમત વગેરે વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
Redmi A7 Pro 5G કિંમત
Redmi A7 Pro 5G ના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂ અને 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા છે. પ્રારંભિક ઓફર હેઠળ, 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જે કિંમતમાં ઘટાડો કરશે. A7 Pro 5G Xiaomiની ઓફિશિયલ સાઈટ, ઈ-કોમર્સ સાઈટ Amazon અને મોટા રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ સિવાય ગ્રાહકો ખરીદી પર 3 મહિના સુધીની નો કોસ્ટ EMI મેળવી શકે છે. આ ફોન બ્લેક, મિસ્ટ બ્લુ અને સનસેટ ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ હશે, જેનું વેચાણ 15 એપ્રિલ, 2026થી શરૂ થશે.
Redmi A7 Pro 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન
Redmi A7 Pro 5Gમાં 6.9-ઇંચનું ડિસ્પ્લે છે, જેમાં HD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 800 nits પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લે ટ્રિપલ TÜV રાઈનલેન્ડ આઈ કમ્ફર્ટ સર્ટિફિકેટ સાથે આવે છે. A7 Pro 5Gમાં 6300mAh બેટરી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને 7.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં 4GB + 64GB, 4GB + 128GB અને 6GB + 128GB સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત Xiaomi HyperOS 3.0 પર કામ કરે છે. કંપની 4 વર્ષ માટે એન્ડ્રોઇડ અપડેટ્સ અને પછી 6 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ આપશે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો A7 Pro 5G ના પાછળના ભાગમાં F2.0 અપર્ચર સાથેનો 32-મેગાપિક્સલનો AI કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે, F2.0 અપર્ચર સાથેનો 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો ઉપલબ્ધ છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 171.56 mm, પહોળાઈ 79.47 mm, જાડાઈ 8.15 mm અને વજન 210 ગ્રામ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ V5.4, 3.5mm હેડફોન જેક, Wi-Fi શામેલ છે. સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP52 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઓક્ટા કોર T8300 5G પ્રોસેસર છે.


